ગુજરતી બ્લોગ માટે આહ્વાન
જો ગુજરાતી ભાષાને વિશ્વના ફલક પર પહોચાડવી હશે તો ગુજરતી બ્લોગ તે ઉત્તમ ઉપાય છે.એક સમય એવો હતો જ્યારે નેટ પર ગુજરાતી શબ્દ હોય તેવી કોઇને પણ કલ્પના નહોતી. આજે નેટ પર ગુજરાતી બ્લોગનો ડાયરો જામ્યો છે.ગુજરાતી બ્લોગ એ વિશ્વમાં કોઇ પણ જગ્યાએ વસતા ગુજરાતીયો માટે એક માધ્યમની ગરજ સારે છે.સહુ સાથે મળી ગુજરાત ને વિકાસની કેડી પર લઇ જઇયે,તે માટે ગુજરાતી બ્લોગ તે ઉત્તમ માધ્યમ છે.મારુ સહુ ગુજરાતીયો ને આહ્વાન છે કે ગુજરાત અને ગુજરાતીના વિકાસ માટે બ્લોગનો ઉપયોગ કરો.ગુજરાતીયોના આ પ્લેટફોર્મ પર વિકાસની ગાડી દોડે તેવી મારી ઇચ્છા છે.
ગુજરાત અને ગુજરાતીના વિકાસ માટે ગુજરાતી બ્લોગ ના માધ્યમથી ચર્ચા થાય તો જ યોગ્ય દિશામાં જઇ શકાય આ માટે નિચે કેટલાક સુચનો આપ્યા છે. આ બ્લોગના દરેક વાચકને વિનંતી છે કે તેના પર ગંભીર વિચાર કરે.
(૧)ગુજરાતી બ્લોગનો વ્યાપ વધારો, વધુ નવા બ્લોગ ચાલુ થાય તે માટે ગુજરાતીયો ને પ્રોત્સાહીત કરો.
(૨)ગુજરાતી બ્લોગ તમામ લોકો વચ્ચે માધ્યમ ત્યારે જ બની શકે જ્યારે દેશ્-વિદેશ મા વસતા ગુજરાતીયો પરસ્પર આ મધ્યમ દ્વારા મળે અને પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કરે.આ માટે એક મંડળની રચના કરવી જોઇયે.
(૩)એક એવો બ્લોગ બનાવો જેમા કોઇ પણ ગુજરાતી સભ્ય થઇ શકે, તેમાં લખી શકે,દરેકને યોગ્ય સ્થાન મળે,સહુ પોતના વિચારો રજુ કરે,કોઇ મંડળ દ્વારા આ બ્લોગનું સંચાલન થાય.
(૪)ગુજરાતી બ્લોગ જગત ઓનલાઇન ગુજરાતની ઓળખ બનવી જોઇયે.નેટ પર ગુજરાતી સાહિત્ય ભારપુર પ્રમાણમાં મળી રહે તે માટે સાક્ષરો આગળ આવે.
આ મુદા પર આપના સુચનો તેમજ પુરતા સહકારની આશા છે.
જય ગુર્જરી.
-યોગેશ કવીશ્વર
Recent Comments