માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા
વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
માધવ ક્યાંય નથી.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…..
માધવ ક્યાંય નથી.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !
What does Lapaliya mean?
By: Nikki on તારીખ મહિનો, વર્ષ
at 2:04 am
[...] માધવ ક્યાંય નથી મધુવનમાં ! [...]
By: દરેક પોસ્ટ « લાપાળીયા on તારીખ મહિનો, વર્ષ
at 7:24 am
માધવ ક્યાંય નથી મધુવનમાં geet kyathi mali shake?
By: shyam on તારીખ મહિનો, વર્ષ
at 4:17 am