દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
could upleas do me a favour i would like to hear halardu “shivaji ne nindru na aave “
By: hetal on તારીખ મહિનો, વર્ષ
at 2:38 pm
hi i like this
By: shashi on તારીખ મહિનો, વર્ષ
at 12:45 am
hi i like this
By: shashi on તારીખ મહિનો, વર્ષ
at 12:46 am
very very good. I like it.
By: DIPESH on તારીખ મહિનો, વર્ષ
at 10:15 am
[...] દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે [...]
By: દરેક પોસ્ટ « લાપાળીયા on તારીખ મહિનો, વર્ષ
at 7:26 am
[...] દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે [...]
By: દરેક પોસ્ટ « લાપાળીયા on તારીખ મહિનો, વર્ષ
at 7:26 am