જીવન અંજલિ થાજો !

21 06 2008

જીવન અંજલિ થાજો !

મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

મારું જીવન અંજલિ થાજો !
કરસનદાસ માણેક


Actions

Information

2 responses

21 06 2008
jayeshupadhyaya

સ્કુલ યાદ આવી ગઇ

8 05 2009
દરેક પોસ્ટ « લાપાળીયા

[...] જીવન અંજલિ થાજો ! [...]

Leave a comment