Posted by: યોગેશ કવીશ્વર | તારીખ મહિનો, વર્ષ

એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં

એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી
દરિદ્ર દુર્બળ દીન અછૂતો અન્ન વિના અડવડતા
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા

તે દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ શિક્ષકને સોંપાણાં
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં
વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણાં
જીવનમોદ તણાં લઘુતમમાં પ્રગતિપદ છેદાણાં
હર્ષઝરણ લાખો હૈયામાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં

તે દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં


Responses

  1. [...] એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મ… [...]


Leave a response

Your response:

Categories