ઓ નીલ ગગનનાં પંખેરું
ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ
સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજું આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોઉં છું
તારો કોઈ સંદેશો ના આવે…
ઓ, તારો કોઈ સંદેશો ના આવે
મને તારી , મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ
તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…
મને કોઈ ના માર્ગ બતાવે…
મને તારી
ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરું….
મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવું વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કાં નવ મને બોલાવે …
ઓ, તુ કાં નવ મને બોલાવે
મને તારી, મને તારી યાદ સતાવે…
ઓ નીલગગનનાં પંખેરું….
[...] ઓ નીલ ગગનનાં પંખેરું [...]