ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
saras git
By: kamlish shah on તારીખ મહિનો, વર્ષ
at 1:02 pm
[...] ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી [...]
By: દરેક પોસ્ટ « લાપાળીયા on તારીખ મહિનો, વર્ષ
at 7:21 am
આ ગીત મૂળ ગીતા દત્ત (રૉય)ના સ્વરમાં ફિલ્મ “ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૪૮)” માટે ગવાયું હતું. ગીતા દત્તના સ્વરમાં અહીં સાંભળો.
http://preetnageet.blogspot.com/2009/07/blog-post_17.html
By: ડૉ. પ્રીતેશ વ્યાસ on તારીખ મહિનો, વર્ષ
at 1:48 am