Posted by: યોગેશ કવીશ્વર | તારીખ મહિનો, વર્ષ

મુખડાની માયા લાગી

મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું
તેવા ઘેર શીદ જઈએ રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
હવે હું તો બડભાગી રે
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

- મીરાંબાઈ


Responses

  1. [...] મુખડાની માયા લાગી [...]

  2. [...] મુખડાની માયા લાગી [...]


Leave a response

Your response:

Categories