Posted by: યોગેશ કવીશ્વર | તારીખ મહિનો, વર્ષ

સોના વાટકડી રે

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
બારલાની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે તારે જોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા

લીલો તે રંગનો છોડ રંગમાં
ઘોળ્યાં વાલમિયા


Responses

  1. [...] સોના વાટકડી રે [...]

  2. [...] સોના વાટકડી રે [...]

  3. listen to this song in two versions here
    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_26.html


Leave a response

Your response:

Categories