મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
22 10 2008Comments : 1 Comment »
Tags: મૈત્રીભાવનું પવિત્ર
Categories : પ્રાર્થના, લોકપ્રિય ગીતો
Recent Comments