લાપાળીયા

અમરેલી તાલુકાનું નાનુ એવુ લાપાળીયા ગામ એટલે મારુ પ્યારુ વતન.માત્રુભુમીની યાદમાં આબ્લોગ મારાવતન લાપાળીયાને નામ…

દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

‘ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?’
ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં
આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ
ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?

અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન
ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.

કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં
બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છે

 

lapaliya

lapaliya

 

8 responses

24 06 2008
janak

dost shu a lapaliya shabupara pase che te, meru gam shbupara che

29 06 2008
jugalkishor

આ ફોટાઓએ તો મને મારી સીમમાં મને મુકી આપ્યો !

વતન ઈ વતન ! વતન ઈ જ રતન , એનુ કરીએ ઝાઝું જતન.

29 06 2008
યોગેશ કવીશ્વર

આભાર જુગલકીશોરભાઇ.

29 06 2008
Shailesh Thakkar

adbhoot! Vatan ni mithi yaad, ena sambharna aa badhu to jena haiya ma vatan pratye prem hoy te j anubhavi shake.

Aabhar

24 12 2008
caxybawu pornak

appreciation you, lessen location, added to favorites.

10 08 2009
Ramesh Patel

Fragrance of motherland,mother toung
and spirit ,all I have enjoyed.
Thanks for sharing nicely nice things.

Ramesh Patel(Aakashdeep)

10 08 2009
Ramesh Patel

Can I share my poem on your blog?
ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી

જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી

ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

…………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

21 03 2010
dhavalrajgeera

Like જુગલકીશોરભાઇ Said,” આ ફોટાઓએ તો મને મારી સીમમાં મને મુકી આપ્યો !

વતન ઈ વતન ! વતન ઈ જ રતન , એનુ કરીએ ઝાઝું જતન”

Enjoying what you have on the blog.Keep writing and stay shining.

Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Follow

Get every new post delivered to your Inbox.